HomeGujaratટંકારાના મીતાણા ગામે પવનચકકીમાંથી અર્થીંગ કેબલ અને પ્લેટની ચોરી

ટંકારાના મીતાણા ગામે પવનચકકીમાંથી અર્થીંગ કેબલ અને પ્લેટની ચોરી

ટંકારાની ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા પુનીતભાઈ પ્રેમનાથ રાવલે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કોઇ અજાણ્યા ચોર ઇસમે મીતાણા ગામની સીમમાં આવેલ પવનચકકી નંબર-MTN-01 ના ગેઇટનો નકુચો તોડી કન્વર્ટર કેબીનમાંથી અર્થીંગ કેબલ 10 મીટર વજન આશરે 15 કિગ્રા જેની કિ. રૂ. 17,000 તથા 300 ચોરસ મીમી 01 પ્લેટ (તાંબુ) જેનો વજન આશરે 08 કિગ્રા જેની અંદાજીત કિ.રૂ. 8000 મળી કુલ રૂ. 25,000ના મુદામાલની ચોરી કરી લઇ જઇ તેમજ પવનચકકીની પેનલમાં આવેલ વસ્તુની તોડફોડ કરી આશરે કિમત રૂ. 5000નું નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW