માળિયા મિયાણા શહેરના ત્રણ રસ્તા રોડ પર માળિયા મિયાણા પોલીસ નાઈટ રાઉન્ડ ચેકીંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ જણાતી જીજે 36 AR 7027 નમ્બરની સ્કોર્પિયો કાર અટકાવવા પ્રયાસ કર્યો હતો પણ કારનો ચાલકે કાર રોકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ પોલીસે તેનો પીછો કરતા ચાલક સ્કોર્પિયો કાર રેઢી મૂકી ફરાર થઇ ગયો હતો જે બાદ પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂ 1 લાખ 12 હજારની કિમતનો 560 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જે દારૂ અને કાર મળી રૂ.6.12 લાખની કિમતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

