વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાંકાનેરના રીચ ચોકડીથી વીરપર માટેલ રોડ પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા, બાબુભાઈ ધમાભાઈ સારલા, ઉમેશભાઈ વેલજીભાઈ બાવરવા, વજુભાઈ જોરૂભાઈ સાડમીયા અને રાજુભાઈ લાલજીભાઈ ચૌહાણને કુલ રોકડ 19,050 અને 5 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 27,550ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તે શખ્સો સામે પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

