HomeGujaratમોરબી મનપા વિસ્તારમાં એક મહિનામાં સ્ટ્રીટલાઈટની 1338 ફરિયાદ, 1100 નિકાલ નો દાવો

મોરબી મનપા વિસ્તારમાં એક મહિનામાં સ્ટ્રીટલાઈટની 1338 ફરિયાદ, 1100 નિકાલ નો દાવો

મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં તહેવાર નજીક આવતા ની સાથે સ્ટ્રીટલાઈટ બંધ હોવાની તેમજ ઘણા વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે. મનપાના રોશની વિભાગમાં  છેલ્લા એક મહિનામાં 1338 લાઈટ અંગેની ફરિયાદ મળી હતી જેના નિકાલની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે અને લગભગ 1100 જેટલી ફરિયાદ નો નિકાલ કરવામાં આવ્યો હોવાનો મનપા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.શહેરના સામા કાઠા વિસ્તારમાં નટરાજ ફાટકથી જૂની પોસ્ટ ઓફીસ તેમજ ત્યાંથી નઝર બાગ રેલ્વે સ્ટેશનના પાછળ ભાગ, કલેકટર કચેરી રોડ જુના હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ સહિતના અલગ અલગ વિસ્તારનો સમાવેશ થાય છે

આ ઉપરાંત આગામી દિવસોમાં  પંચાસર રોડ પર સ્ટ્રીટલાઈટ વિથ પોલ, રવાપર ઘુનડા રોડ વાવડી રોડ જરૂરિયાત આધારે સ્ટ્રીટ લાઈટ ફીટ કરવાની કામગીરી કરવામાં આવશે તેમ મોરબી મનપા ના રોશની વિભાગના ડેપ્યુટી ઈજનેરે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW