મોરબી વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા, હિન્દુ યુવા વાહિની શહેર પ્રમુખ ચેતનભાઇ પાટડીયા અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય ગૌરક્ષા મોરબીને બાતમી મળી હતી કે, કચ્છ બાજુથી માળીયા તરફ એક બોલેરો પીકઅપમાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈને જામનગર લઈ જવામાં આવતા હોય જે હકીકત માહિતી મળતા મોરબી ગૌરક્ષક વોચમાં બેઠા હતા, ત્યારે પીપડીયા ચાર રસ્તા બાજુથી GJ-12-BZ-6296 નંબરની બોલેરો પીકઅપની મળેલ બાતમી મુજબ આવતા તેને પીપળીયા ચાર રસ્તા નજીક પોલીસ પ્રશાસનના સંયોગથી રોકીને તેમાં ચેક કરતા તેમાં ભેસના પાડા જીવ નંગ-13 ક્રુરતા પૂર્વક હલીચલી ના શકે એવી રીતે બાંધેલા હોય કોઈ ઘાસ પાણીની સુવિધા ના હોય અને પરપીન્ટ ન હતી. ડ્રાઈવરની પૂછપરછ કરતા જણાવેલ કે, કચ્છ કનૈયા બેન બાજુથી ભરેલા હોય અને જામનગર કતલ માટે જીવ લઈ જવામાં આવતા હોય જેવું જણાવ્યું હતું. તે13 જીવોને મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા હિન્દુ યુવા વાહિની અને મોરબી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય અને પોલીસ પ્રશાસનના સહયોગથી જીવોને બચાવી લેવામાં આવ્યા હતા. જે જીવોને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરીને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ.

