HomeGujaratNorth Gujaratઅમદાવાદમાં લગ્ન સમારોહમાં માલમતાની ચોરી અટકાવવા હવે પોલીસ 'મહેમાન'બનીને આવશે : લગ્નના...

અમદાવાદમાં લગ્ન સમારોહમાં માલમતાની ચોરી અટકાવવા હવે પોલીસ ‘મહેમાન’બનીને આવશે : લગ્નના ભભકાદાર વસ્ત્ર પરિધાનમાં જોવા મળશે

અમદાવાદ, રવિવાર

  અમદાવાદમાં લગ્નગાળો પૂર બહારમાં છે ત્યારે,વણનોતર્યા મહેમાનો નજર ચૂકવીને ‘હાથ કી સફાઈ’ કરી જતા હોય છે. લગ્નના જાનૈયા-માંડવીયાને જ્યાં લગ્નનો થાક ઉતારે ત્યારે ખબર પડે કે, કોઈ કળાયેલ મોરલો’ગજબ કળા’ કરી ગયો છે. લગ્ન સમારોહમાં માલમતાની ચોરી અટકાવવા હવે પોલીસ ‘મહેમાન’બનીને આવશે.કોઈ પણ લગ્નસ્થળે, આ મહેમાન લગ્નના ભભકાદાર વસ્ત્ર પરિધાનમાં જોવા મળશે. અને તરકીબથી ચોરી કરનારાને ઓળખી જઈને, ચોરી થતી તો અટકાવશે પણ લગ્નમાં કોઈ ચોક્કસ ગેન્ગના સદસ્યો હશે તો પોલીસ તેને પણ ઝડપી પાડશે.

  લગ્ન પ્રસંગોમાં વધતી ચોરી અને ગુનાઓને ડામવા માટે પોલીસ મહેમાન બનીને લગ્નોમાં થતી ચોરીઓને અટકાવશે.આજકાલ પુષ્કળ પ્રમાણમાં આ વર્ષે લગનની સીઝન જામી છે. ત્યારે ચોરોની ટોળકીઓ પણ સક્રિય થઈને લોકોના પ્રસંગમાં ધાડ પાડતા હોય છે. ત્યારે આવી ટોળકીઓને પકડી પાડવા માટે અમદાવાદ પોલીસે  એક્શન પ્લાન બનાવ્યો છે. પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ,વાડી કે મેરેજ હોલમાં લગ્નની માહિતી મેળવી છે…લગ્નના દિવસે મહેમાન બનીને પોલીસ હાજર રહેશે. અને કિંમતી વસ્તુઓનું રક્ષણ કરશે સાથે લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ટોળકીને પણ પકડશે. આ ઉપરાંત પોલીસ લગ્ન સમયે અને આસપાસ થતી ચોરી અંગે જાગૃતિ લાવવા માટે ખાસ આયોજન કર્યું છે. (તસ્વીર પ્રતિકાત્મક)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW