HomeGujaratમોરબી મનપા જાહેર થયા બાદ સૌ પ્રથમ જેનું ખાત મુર્હૂત થયું હતું...

મોરબી મનપા જાહેર થયા બાદ સૌ પ્રથમ જેનું ખાત મુર્હૂત થયું હતું તે સરદાર બાગનું આજે લોકાર્પણ થશે

મોરબી મહા નગરપાલિકા બન્યા બાદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભગટર  સ્ટ્રીટલાઈટ તેમજ સીટી બ્યુટીફીકેશન કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. શહેરમાં મનપા દ્વારા અલગ અલગ વિસ્તારમાં વિવિધ કામની  ટેન્ડર પ્રકિયા ચાલી રહી છે, તો ઘણા કામનું ટેન્ડર ખુલી જતા એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવાયા છે, ત્યારે આ તમામ કામ ઝડપથી આગળ વધે તેવું મનપા દ્વારા આયોજન કરાયું છે.
મહાનગર પાલિકા જાહેર થયા બાદ મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરે દ્વારા પ્રથમ વિકાસ કામ તરીકે જેનું ખાત મુર્હુત કર્યું હતું. તે સરદાર બાગનું રૂ. 1 કરોડના ખર્ચે  રીનોવેશન કામ પૂર્ણ થઇ ગયું છે અને આવતીકાલે એટલે તા 30 સપ્ટેમ્બરના રોજ તેનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત મહાનગર પાલિકાના જુના અને નવા ભળેલા વિસ્તારમાં વિવિધ કામ હાથ ધરવાના છે. જેમાં સ્ટ્રીટ લાઈટના નવા પોલ સાથે એલઈડી  લાઈટ, ગાર્ડન બ્યુટી ફીકેશન, ડ્રેનેજ લાઈન તેમજ રોડ રસ્તાના કુલ 17 કરોડના કામનો સમાવેશ થશે આવતીકાલે સાંજે 5 કલાકે સરદાર બાગ સામેના મેદાનમાં આ લોકાર્પણ અને ખાત મુર્હુત કાર્યક્રમ યોજાશે.

મોરબી મનપા દ્વારા સાત રોડના ખાતમુરત કરવામાં આવશે. જેમાં વર્ધમાન એપાર્ટમેન્ટ થી આલાપપાર્ક લાઈન્સ નગર, અરિહંત સોસાયટી માધાપર મેન રોડ રાજ સાહેબ બેકરી નો સમાવેશ થાય છે આ તમામ રોડની અંદાજિત કિંમત 3.69 કરોડ થાય છે. આ ઉપરાંત વોટર વર્ક્સ વિભાગના શ્રીકુંજ સોસાયટી થી સારસ્વત સોસાયટી સુધી પીવાના પાણીના લાઈન માટે રૂ. 45 લાખનુ કામ, ગાર્ડન વિભાગ સુરજબાગ શંકર બાગ અને કેસરબાગ ત્રણ મુખ્ય બગીચાઓ ના રીડ ડેવલોપમેન્ટ માટેના7.14 કરોડ ના કામ, ડ્રેનેજ શાખાનું સામા કાંઠે કુળદેવી પાન થી સર્કિટ હાઉસ, પંચાસર રોડ થી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન ના કોમ્પ્રીહેન્સીવ તેમજ ઓપરેટિંગ અને મેનેજમેન્ટ કામ, નાની વાવડી ગામ માં ભૂગર્ભ ગટર લાઇન નું કામ, ત્રાજપર મેઇન રોડ માં ભૂગર્ભ લાઇન કામ, રોશની શાખા માં નાની વાવડીથી વાવડી ચોકડી સુધી સ્ટ્રીટ લાઈટ અને પોલ તેમજ નવલખી ફાટક થી પરશુરામ બ્રિજ સુધીના સ્ટ્રીટ લાઈટ કામનો સમાવેશ થાય છે.

મોરબી મહાપાલિકાનગરએ આજના સરદાર બાગના લોકાર્પણ તેમજ વિકાસ કામોના ખાતમુહૂર્તના કાર્યક્રમ વિશે છપાવેલી આમંત્રણ પત્રિકા જાહેર કરી છે. આ કાર્યક્રમમાં ચૂંટાયેલ પ્રતિનિધિ ઓ અતિથિ ઉપસ્થિત રહેવાના હોવાનું તો મનપાએ આમંત્રણ કાર્ડમાં દર્શાવ્યું છે. પણ આ પદાધિકારીઓના હોદામાં  ભૂલો કરી હતી. આમંત્રણ કાર્ડમાં દુર્લભજીભાઈ દેથરીયાને ટંકારાને બદલે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બનાવી દીધા હતા. આજ રીતે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ હોવાની લગભગ બધાને ખબર હોવા છતાં એમને લોકસભાના સાંસદ દર્શાવી દીધા છે. જોકે બાદ સોશ્યલ મીડિયા માં મનપાની આ ભૂલ ટ્રોલ થતા ફરીથી સુધારો કરી દેવાયો હતો. મનપામાં ક્વોલિકાઈડ, એજ્યુકેટેડ અને અનુભવી સ્ટાફ છે. છતાં આવું અજ્ઞાની ભર્યું કાર્ય કોણે કર્યું ? મનપામાં કોણે કોણે આ યાદી તૈયાર કરીને આમંત્રણ પત્રિકા છપાવી અને એને ચેક કર્યા વગર વિતરણ કરાયું ? તે પણ સવાલ ઉઠ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW