HomeGujaratમોરબીમાં એક કરોડના ખર્ચે બનેલા સરદાર બાગનું લોકાર્પણ અને રૂ 17...

મોરબીમાં એક કરોડના ખર્ચે બનેલા સરદાર બાગનું લોકાર્પણ અને રૂ 17 કરોડના કામનું ખાત મુર્હુત કાર્યક્રમ યોજાશે

મોરબી મહા નગરપાલિકા બન્યા બાદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભગટર  સ્ટ્રીટલાઈટ તેમજ સીટી બ્યુટીફીકેશન કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે શહેરમાં મનપા દ્વારા અલગ અલગ વિસ્તારમાં વિવિધ કામની  ટેન્ડર પ્રકિયા ચાલી રહી છે તો ઘણા કામનું ટેન્ડર ખુલી જતા એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવાયા છે ત્યારે આ તમામ કામ ઝડપથી આગળ વધે તેવું મનપા દ્વારા આયોજન કરાયું છે

મહાનગર પાલિકા જાહેર થયા બાદ મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરે દ્વારા પ્રથમ વિકાસ કામ તરીકે જેનું ખાત મુર્હુત કર્યું હતું તે સરદાર બાગનું  રૂ 1 કરોડના ખર્ચે  રીનોવેશન કામ પૂર્ણ થઇ ગયું છે અને આવતીકાલે એટલે તા 30 સપ્ટેમ્બરના રોજ તેનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત મહાનગર પાલિકાના જુના અને નવા ભળેલા વિસ્તારમાં વિવિધ કામ હાથ ધરવાના છે જેમાં સ્ટ્રીટ લાઈટ ના નવા પોલ સાથે એલઈડી  લાઈટ, ગાર્ડન બ્યુટી ફીકેશન, ડ્રેનેજ લાઈન તેમજ રોડ રસ્તાના કુલ 17 કરોડના કામનો સમાવેશ થશે આવતીકાલે સાંજે 5 કલાકે સરદાર બાગ સામેના મેદાનમાં આ લોકાર્પણ અને ખાત મુર્હુત કાર્યક્રમ યોજાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW