મોરબી જિલ્લા માં ચોમાસામાં પડેલા વરસાદ બાદ અનેક વિસ્તાર રોડ ધોવાઇ ગયા હતા સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે તમામ રસ્તા પર પડેલા ખાડાઓને કારણે નાના મોટા વાહન અકસ્માત પણ વધ્યા હતા.તાજેતરમાં મોરબી નવલખી સ્ટેટ હાઈવેની જર્જરિત સ્થિતિને લઇ આસપાસના ગ્રામ જનો રસ્તા રોકવા પણ મજબુર બન્યા હતા. ગ્રામજનોએ રસ્તા રોક્યા બાદ તંત્ર જાગ્યું હતું અને રોડ રી સરફેસ કામગીરી હાથ ધરી છે તંત્ર દ્વારા રોડ રિસરફેસ કામગીરી કરતા લોકોને રાહત અનુભવી હતી આગામી દિવસમાં વાહન ચાલકોને હાલાકી માંથી મુક્તિ મળશે તેવી આશા સેવાઈ રહી છે

