વરસાદની વિદાય અને તહેવારો નજીક આવતા ખેડૂતો દ્વારા કપાસને યાર્ડમાં ઠાલવવાનું શરુ કરી દીધું છે, મોરબી અને વાંકાનેર બન્ને તાલુકામાં કપાસની ભરપુર આવક નોંધાઇ છે. છેલ્લા બે સપ્તાહમાં બન્ને યાર્ડ મળી કુલ 12,360 મણ કપાસની આવક નોંધાઇ છે. મોરબી યાર્ડની વાત કરીએ તો 5535 મણ જયારે 6825 મણ વાંકાનેર યાર્ડમાં નોંધાઇ છે. જોકે હજુ શરૂઆતનો સમય હોય અને મોટાભાગના ખેડૂતો દશેરાનાં મુર્હુત થી જણસ વેચાવાનું વધુ પસંદ કરતા હોવાથી 10 દિવસ બાદ તેનું પ્રમાણ વધે તેવી આશા સેવાઈ રહી છે. ભાવની વાત કરીએ તો મોરબી મોરબી યાર્ડમાં 850 લઘુતમ ભાવ અને 1525 મહતમ ભાવ નોધાયા છે તો વાંકાનેરના યાર્ડમાં લઘુતમ 950 થી 1590 જેટલો ભાવ મળ્યો છે.
જોકે હાલ કપાસમાં જે ભાવ મળી રહ્યો છે, તેમાં ક્યાંક ને ક્યાંક કપાસમાં કચવાટ જોવા મળી રહ્યો છે, કારણ કે આજથી ત્રણ વર્ષ પહેલા ખેડૂતોને મણ દીઠ 1800 સુધી ભાવ મળ્યો હતો. જોકે જેની સામે ચાલુ વર્ષે સરેરાશ 1400થી 1450 ભાવ મળતા મણ દીઠ 250 થી 500 રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. તેમજ હજુ કપાસની આવક ખૂબ ઓછી છે. જો વધારે આવક થશે ત્યારે કેટલો ભાવ મળશે તે નક્કી નથી કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાના કપાસમાં ઈમ્પોર્ટ ડ્યુટી માં કરેલ ઘટાડાથી તે આવક પણ વધારો થવાથી કપાસના ભાવ ગબડે તેવી શક્યતા આશંકાઓ સેવાઈ રહી છે. જો ભાવ ગબડે તો ખેડૂતોને વધારે નુકસાન સહન કરવું પડી શકે છે.
મોરબી જિલ્લામાં સામાન્ય રીતે કપાસમાં પૂરો ભાવ મળતો હોવાથી ખેડૂતો વેપારીઓને સીધો પાક વેચી દેતા હોય છે, જેનું કારણ ગુણવત્તાને કારણે રીઝેક્ટ થવામાંથી મુક્તિ મળે છે. તેમજ જણસ વેચ્યાની સાથે રૂપિયા મળી જતા હોય છે. જોકે ટેકાના ભાવે થતી ખરીદીમાં મર્યાદિત જથ્થો ગુણવતા ન હોય તો રીઝેક્ટ થતા હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક ખેડૂતો ટેકાના ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા પણ તૈયાર થતા હોય છે. જોકે ચાલુ વર્ષે બજારમાં આવક ખુબ વધુ થવાની જેની સામે ભાવ મુદે અસમંજસ હોવાથી ખેડૂતો સીધા બજાર કરતા ટેકાના ભાવે કપાસ વેચવા તરફ વળે તેવી શક્યતા સેવાઈ રહી છે.
મોરબી અને માળિયા મિયાણા તાલુકામાં છેલ્લો જે વરસાદ થયો તેમાં ફાલ ખરી ગયો હતો જેના કારણે ફરી એકવાર દવા અને મજુરી ખર્ચ થયો તેમજ હવે નવો ફાલ આવશે ત્યારે વેચાણ માટે જશું જોકે હાલ 1500 જેટલો ભાવ મળી રહ્યો છે. જે આજથી ત્રણ વર્ષ પહેલા ભાવ મળતો હતો તેના કરતા મણ દીઠ 300 ઓછો છે. વીઘા દીઠ 9 હજાર થયો છે જે ભાવ મળી રહ્યો છે. તેના કરતા ટેકાનાં ભાવે વેચાણ કરીશું તો વધુ ભાવ મળશે તેવી શક્યતા છે. જેથી કપાસનું ટેકાના ભાવે વેચાણ કરવાનું આયોજન છે તેમ જીતુભાઈ ઠોરીયા માનસર ગામના ખેડૂત આગેવાને જણાવ્યું હતું.

