HomeGujaratમોરબીમાં વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં જમીનનો દસ્તાવેજ પરત આપવા છતાં યુવકને ધમકી

મોરબીમાં વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં જમીનનો દસ્તાવેજ પરત આપવા છતાં યુવકને ધમકી

મોરબીમના ન્યુ ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ વ્યવસાય કરતા શૈલેષભાઇ ભીખાભાઇ જીવાણી નામના યુવાને તેના મિત્ર અલ્પેશભાઈ સાથે પાર્ટનરમાં ધંધો શરુ કર્યો હતો. જોકે જે તે સમયે તેની પાસે રૂપિયા ન હોવાથી અલ્પેશભાઈએ રોકાણ કર્યું હતું. એક મહિના બાદ ધંધામાં રૂપિયાની જરૂર પડતા તેને જમાવટ શીલેક્સન નામની દુકાન ચલાવતા વિપુલ અવાડીયા પાસેથી રોજના રૂ. 18000 હજાર વ્યાજ ચુકવણીની શરતે 6 લાખ રૂપિયા લીધા હતા.

જેના માટે દોઢ મહિનો રૂપિયા લીધા હતા. જે તે સમયે કોરા ચેક અને લખાવી લીધા હતા. વધુ રૂપિયાની જરૂર પડતા તેની પાસેથી બીજા 9 લાખ દરરોજના 25 હજાર વ્યાજ લેખે, વધુ 5 લાખ રૂપિયા એમ કુલ 20 લાખ રૂપિયા વ્યાજે લીધા જેનું પણ 25 દિવસ વ્યાજ ચૂકવી દીધા હતા. આમ 35 લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી. જેનું દરરોજનું 82 000 વ્યાજ પેટે 19 દિવસ ચૂકવ્યા તા  સતત વધી રહેલા વ્યાજના વિષચક્રમાં આ ફસાયેલા યુવકની જોડિયા તાલુકામાં આવેલ જમીનનો દ્સ્તાવેજ કરાવી લીધો હતો તેમજ તેની જંત્રી પેટે આવેલી રકમ પણ ખાતામાં જમા થવા દીધો ન હોવાના આક્ષેપ શૈલેશભાઈ જીવાણીએ કર્યા છે.

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી કે, વીપુલ અવાડીયાએ તેની પાસેથી કોરા ચેક લઇ લીધા જમીન પણ કબજે કર્યા છતાં તે વધુ રૂપિયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW