મોરબીના સામાકાંઠે આવેલ ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં રહેતા મનોજભાઇ ઉર્ફે શનીભાઈ બળદેવભાઈ સોલંકીએ આરોપી પાર્થ અમીતભાઇ અને અમીતભાઇ રહે. બંને જનકપુરી સોસાયટી મોરબી તથા બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી અમીતભાઇ અગાઉ હથીયારના ગુનામાં પકડાયેલ હોય અને ફરીયાદી મનોજભાઈ ઉપર પોલીસમાં જાણ કરેલની શંકા હોય જેનો ખાર રાખી આરોપીઓએ મનોજભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ધોકાવતી મારમારી છરી વડે ઈજા કરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

