મોરબી-રાજકોટ હાઇવે રોડ પર મિતાણા નજીક રોડ ઉપર GJ-03-MH-4086 નંબરના કાર ચાલકે તેની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી જઈ કારના સ્ટેરીંગનું કાબુ ગુમાવી રોડનું ડીવાઇડર ટપાડી રોડની સામેની બાજુએ આવી રહેલ GJ-36-F-8678 નંબરની કાર સાથે અકસ્માત સર્જતા કાર ચાલક દેવેન્દ્રભાઇ શામજીભાઇ ભાલોડીયાને માથામા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી GJ-03-MH-4086 નંબરના કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

