HomeGujaratટંકારાના હડમતીયા ખાતે યોજાતા પાલનપીર મેળાનો થયો પ્રારંભ

ટંકારાના હડમતીયા ખાતે યોજાતા પાલનપીર મેળાનો થયો પ્રારંભ

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-નોમ થી બારશ બપોર સુધી મેળાનું આયોજન કરાયું છે જેનો આજથી પ્રારભ થયો છે સાડા ત્રણ દિવસનો તા. 16-9-2025 થી તા. 19-9-2025 સુધી યોજાશે.

આ મેળામાં  મેઘવાળ સમાજના 4 લોકોથી  શરૂ થયેલા આ મેળામાં આજે હજારોની સંખ્યામાં મેઘવાળ સમાજ ઉમટી પડે છે.ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ઘણા લોકો 21 દિવસના ઉપવાસ કરે છે અને ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ લઇ ચાલીને પણ આવે છે.માટે આ માત્ર મેળો નહી પરંતુ એક આસ્થા ભરી યાત્રા છે.

આ મેળાનો પ્રારંભ વાંકાનેરથી ૯ કિ.મી. દુર આવેલ જડેશ્વર મહાદેવના મંદિરેથી થાય છે.ગત ગંગા સફેદ કાપડનો બેડો બાંધે છે. જેની નીચે ગુરૂ હોય તે વેદ બોલે છે અને શિષ્ય હોય તે જીકારો આપે છે. મંદિરના પ્રાંગણમાં ધુપ, ધ્યાન કરી ધજા, શ્રીફળ, સાકર ચડાવી (જેને ભેટ ચડાવી એમ કહેવામાં આવે છે.) લોકો પરોડ જવા પગપાળા ચાલતા થાય છે પરોડે પહોંચી દેહ દાન કરી કાંકણ ભરી આપાની મેડીએ આવી પહોંચે છે. ત્યાં આવી રાત્રે નોમ જાગરણ કરી સવારે કાંકણ ભરી ગુરૂને કપુરીયા કુંડમાં સ્નાન કરાવી શિષ્ય પણ સ્નાન કરે છે.
આ એજ કપુરીયો કુંડ છે, જયાં કહેવાય છે કે પાલણપીર બાળક સ્વરૂપે પ્રગટ થયા હતાં તેથી જ તો ભકતો અહી સ્નાન કરી ધન્યતા અનુભવે છે.યાત્રા ગણીને આવતા જતી સતી ભેગા મળી બારમતિ તીરથ કરે છે, અને જયા સતીનાં જોડલાના કાંકણનો અનોખો મહીમા છે.સાડા ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં પાલણપીરે કથેલા (૨૪) લાખ વેદ ગુરૂનાં મુખેથી સાંભળવા એ પણ એક લ્હાવો હોય છે.
ત્રીજા દિવસે ગતગંગા વાજતે ગાજતે અબીલ ગુલાલ ઉડાડી સતની ચોરીએ જાય છે અને ત્યાં કાંકરાના ઘર બનાવી ગુરૂને અપર્ણ કરે છે. પછી ગતગંગા સાંજ ઢળતા ઢળતા હડમતીયા ગામના પાદરમાં આવેલ સતનાં ખાંભાની પરિક્રમા કરી ગતગંગા આપાની મેડી તરફ રવાના થાય છે.પાલણપીરના સમાધિ સ્થળ આપાની મેડી તરીકે પણ ઓળખવામાં આવે છે.ચોથા દિવસે બપોર થતા જ આ મેળો પુરો થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW