HomeGujaratમોરબીમાં પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ ફરાર

મોરબીમાં પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ ફરાર

મોરબી નજીક જુના ઘૂંટુ રોડ પર આવેલ આઇકોન સીરામીક નામની ફેક્ટરી ક્વાટરમાં રહેતા એક શ્રમિકે  તેની જ પત્નીના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકા ના જુના ઘૂંટુ રોડ પર આવેલી આઇકોન સિરામિક નામની ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક કાનાભાઈ બારેલા નામના શખ્સે તેની જ પત્ની બ્રિન્દા બેન બરેલાની સાથે  કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ પતિ કાનાભાઈએ પત્ની બ્રિન્દાના માથામાં ઘા મારી હત્યા નિપજાવી હતી. અને રૂમ બહારથી બંધ કરી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસે પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. દંપતીને સંતાનમાં 11 વર્ષનો દીકરો હતો જે બનાવ પહેલા જ પાડોશીના ઘરે મોકલી દેવાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW