HomeGujaratપાટીદાર અનામત આંદોલન કેસમાં કોર્ટમાં હાજર ન થનાર હાર્દિક પટેલ સામે બીજું...

પાટીદાર અનામત આંદોલન કેસમાં કોર્ટમાં હાજર ન થનાર હાર્દિક પટેલ સામે બીજું વોરંટ નીકળ્યું

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2018ના એક કેસમાં 10 સપ્ટેમ્બરના રોજ ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. વર્ષ 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં PAASના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાસ આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એ કેસની કોર્ટ મુદતોમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતાં કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું, જોકે ધરપકડ વોરંટ જાહેર કર્યા બાદ પણ હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા તેમની સામે ફરી આજે એટલે કે 12 સપ્ટેમ્બરના શુક્રવારના રોજ ફરી ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ પાટીદારોને અનામત આપવાની માગણી અને ખેડૂતોનાં દેવાં માફીની માગણી સાથે નિકોલમાં પ્રતીક ઉપવાસનું આયોજન કર્યું હતું. એમાં ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગી, પूર્વ આયોજિત કાવતરું કરીને રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતીક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. રેલીને અટકાવવામાં આવતાં તેઓ ઉશ્કેરાયા હતા. જેતે સમયે આ કેસના આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW