મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-2 ફલેટ નં. 501 જાનકી હોમ્સ એપાર્ટમેન્ટ હરીગુણ રેસીડેન્સીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમતા કલ્પેશભાઇ વાસુદેવભાઇ અઘારા, મેહુલ ભાઇ લાભુભાઇ દેત્રોજા, રાજેશભાઇ સવજીભાઇ ફુગશીયા, ઉમંગભાઈ ભીખાભાઈ લોરીયા, મહેશભાઇ તળશીભાઈ કાવર અને હરેશભાઇ ઓધવજીભાઇ ફેફરને રોકડા રૂ. 1,10,000ના મુદામાલ સાથે ઝડપી લઇ તે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.