મોરબી તાલુકાના જુના નાગડાવાસ પાસે આવેલી બંસી હોટેલ પાસેની પંચર દુકાનમાં ટ્રકના વ્હીલનું પંચર કામ કર્યા બાદ ટ્રકમાં ફીટ કરતી વખતે અકસ્માતે ટાયર ધડાકાભેર ફાટ્યું હતું જેના કારણે ટ્રક સાથે જોડાયેલ રીંગ ઉડીને કાલુસિંહ તુલસાસિંહ રાવત નામના યુવકને વાગતા તેને ગંભીર ઈજા પહોચી હતી જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

