HomeGujaratમોરબીમાં આવતીકાલે ઘૂટું ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે ઘૂટું ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીના ઘૂટું ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા. 10/09/2025 બુધવારના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે.

જેમાં ગજાનંદ JGY ફીડર તથા કૈલાસ ખેતીવાડી ફીડર સવારે 09:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી (કાલીકાનગર ગામ તેમજ આસપાસનો વિસ્તારમાં) વીજપુરવઠો બંધ રહેશે અને બેલા ખેતીવાડી ફીડર સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે.

તેમજ પીપળી જેજીવાય ફીડર સવારે 8 થી બપોરનાં 4 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ ,સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી, નવી પીપળી, જૂની પીપળી વગેરે ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW