મોરબી મહાનગર પાલિકા ની બ્યુટિફિકેશન શાખા દ્વારા શહેરના વિવિધ ગાર્ડનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હાલ સરદાર બાગની કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત કેસરબાગ નું રિનોવેશન કરાયા બાદ વિવિધ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રાણી બાગનું રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે, આ પ્રોજેક્ટ નું ઓનલાઇન ટેન્ડર કરવામાં આવ્યું હતું હવે મનપા આ રાણી બાગનું રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાશે, જે અંતર્ગત પ્લાન્ટેશન, તેમજ એક કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવશે.આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરી જેનો માટે એક ફરવા લાયક સ્થળ બનશે.

