HomeGujaratમોરબીના લખધીર પુર નજીક કેનાલમાં ડૂબેલા યુવકની લાશ મળી

મોરબીના લખધીર પુર નજીક કેનાલમાં ડૂબેલા યુવકની લાશ મળી

મોરબીમાં લખધીરપુર રોડ પર આવેલી કેનાલમાં ગત શુક્રવારે રાત્રે એક યુવાન નાહવા પડ્યો હતો. જોકે પ્રવાહના તણાવા લાગ્યો હતો અને ડૂબી જતા લાપતા થયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ને જાણ કરતા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી પરંતુ પત્તો ન લાગતાં બીજા દિવસે પણ શોધખોળ યથાવત રાખી હતી. જોકે શનિવારે પણ યુવકની ભાળ મળી ન હતી જોકે રવિવારે વહેલી સવારે આ યુવકનો મૃતદેહ છેક મચ્છુ 2 ડેમમાંથી મળી આવ્યો હતો.ઘટના ની જાણ આપદા મિત્ર મયુર ઝીંઝુવાડીયાને થતા તે સ્થળ પરથી પહોંચી હતી અને મૃતદેહ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ સાહિલ ખાન હોવાનું અને મૂળ યુપીના વતની હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW