મોરબીની મોટી માધાણી શેરી નાની બજાર મેઇન રોડ પર રહેતા રિયાબેન અભીજીતભાઈ ભટ્ટ નામની યુવતીની સગાઈ તુટી જતા મનમાં લાગી આવતા ગઈકાલના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જતા યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.