મોરબીના બગથળા ગામે રહેતા વાલજીભાઇ લક્ષ્ક્ષ્મણભાઇ સરવૈયા ગઈકાલના રોજ બગથળા બબીકાનગર વાડી વિસ્તારમાં કપાસમાં છાટવાની દવા પી જતાં તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

