HomeGujaratવાંકાનેરના મેસરીયા ગામે વાડીમાં ઢોર પુરવા બાબતે ચાર શખ્સોએ માતા-પુત્રને લોખંડના પાઇપ...

વાંકાનેરના મેસરીયા ગામે વાડીમાં ઢોર પુરવા બાબતે ચાર શખ્સોએ માતા-પુત્રને લોખંડના પાઇપ વડે માર માર્યો

વાંકાનેરના નવા મેશરીયા ગામે રહેતા મહેશભાઇ હિરાભાઇ કુમખાણીયાએ આરોપી રાજશેભાઇ શંકરભાઇ ભુસડીયા ,દિનેશભાઇ શંકરભાઇ ભુસડીયા, રાજશેભાઇ ભુસડીયાની પત્ની અને દિનેશભાઇ ભુસડીયાની પત્ની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આરોપી રાજશેભાઇ શંકરભાઇ ભુસડીયા અને દિનેશભાઇ શંકરભાઇ ભુસડીયા ફરીયાદી મહેશભાઈની વાડીમાં રેઢીયાર ઢોર પુરતા હોય જે બાબતે મહેશભાઈની માતાએ આરોપીને ઠપકો આપતા આરોપીઓને સારૂ નહી લાગતા મહેશભાઈ તથા તેના માતા વાડીએથી ગામમા જતા હોય ત્યારે રામદેવપીરના મંદિર પાસે પંહોચતા આરોપીઓએ આવી મહેશભાઈ તથા તેમના માતા સાથે ગાળા ગાળી કરી ઢીકા પાટુનો માર મારી તેમજ લોખંડના પાઇપ વડે મહેશભાઈને માથાના ભાગે જમણી બાજુ પાછળ એક ઘા મારી તથા શરીરે માર મારી ઇજાઓ પંહોચાડી તેમજ આરોપી રાજશેભાઇ ભુસડીયાની પત્ની અને દિનેશભાઇ ભુસડીયાની પત્નીએ મહેશભાઈની માતાને શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓ  સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW