મોરબી શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર- ઠેર વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. સ્થાપના બાદ માન્યતા અનુસાર ત્રીજા, પાંચમા, સાતમા, નવમા કે અગિયારમાં દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ આ વિસર્જન દરમિયાન જાહેર સલામતી જળવાઈ અને કોઈ દુર્ઘટના ન થાય તે માટે દર વર્ષે શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂર્તિઓના કલેક્શન પોઇન્ટ તૈયાર કરવામાં આવે છે અને આ કલેક્શન પોઇન્ટ પર શહેરીજનો તેમની મૂર્તિઓ મહાનગરપાલિકાના કર્મચારીઓને શોભે છે અને ત્યાંથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા નક્કી કરાયેલી જગ્યા પર મૂર્તિઓનો વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા તા 31- 8, 2-9, 4-9 અને 6- 9 ના રોજ ગણપતિજીની મૂર્તિ-વિસર્જન માટે 4 પોઇન્ટ નક્કી કર્યા છે. જેમાં 8 ફૂટ થી વધુ ઊંચાઈ માટે પિકનિક સેન્ટર રોડ તેમજ 8 ફૂટ થી ઓછી ઊંચાઈ ધરાવતી મૂર્તિઓ માટે સ્કાય મોલ સનાળા રોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ જેલ રોડ એમપી શેઠ હાઇસ્કુલ ગર્લ્સ હાઇસ્કુલ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે. આ તમામ સ્થળ પર રાત્રે 10 થી 8 વાગ્યા સુધી મૂર્તિઓ એકઠી કરવામાં આવશે અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા તેનું વિસર્જન કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને નક્કી કરાયેલી જગ્યા પર મૂર્તિઓ સોપવા તેમજ અન્ય કોઈ સ્થળે મૂર્તિ વિસર્જન ન કરવા માટે તાકીદ કરવામાં આવી છે આ ઉપરાંત જે તે જગ્યાના ઇન્ચા. વ્યક્તિઓના ફોન નંબર પણ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

