HomeGujaratમોરબીના વિસીપરા વિસ્તારમાંથી 1 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, એક...

મોરબીના વિસીપરા વિસ્તારમાંથી 1 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર

મોરબી SOG પોલીસને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળી હતી કે, આરીફ આલમશા સૈયદ રહે. વીસીપરા વાળો પોતાનું GJ-36-AK-8212 નંબરનું સ્કુટરની ડેકીમાં માદક પદાર્થ ગાંજો રાખી ગાંજાનુ વેચાણ કરવા માટે બિલાલી મસ્જીદ તરફથી નીકળી વીસીપરા ફાટકથી નીકળનાર છે. તેવી ચોક્કસ મળેલ બાતમી આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ જઇ આરોપીની વોચમાં રહેતા બાતમીવાળો શખ્સ એકસેસ મોટરસાયકલ લઇ નિકળતા તેને રોકી તપાસ કરતા આરોપી પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન 1 કિલો 387 ગ્રામ જેની કિ.રૂ. 13,870 તથા GJ-36-AK-8212 નંબરનું એક્સેસ અને 2 મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂ. 64,370ના મુદામાલ સાથે આરોપી આરીફ આલમશા સૈયદને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ અનવર ઉફ્ફે મનોજ ગુલામહુશેન સુમરાનું નામ સામે આવ્યું હતું. પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW