મોરબી શહેરના જિલ્લા પર રોડ પર આવેલી ગૌશાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 54 વર્ષ જૂનો હોય આ ટ્રીટમેન્ટ પ્લાન ની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી તેના નવા નિર્માણની જરૂરિયાત ઊભી હતી જેને ધ્યાને લઈ મોરબી મહાનગરપાલિકાના વહીવટદાર કિરણ ઝવેરીના માર્ગ દર્શનમાં કમિશ્નર સ્વપ્નિલ ખરે અને તેની ટીમ દ્વારા મોરબી શહેરની પીવાના પાણીની ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઈ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નવીનીકરણનો પ્રોજેક્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 10.5 એમએલડી ની ક્ષમતા સાથે મોરબીની આવનારા અનેક વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતોને સંતોષવાના લાંબાગાળાના આયોજનને ધ્યાને લઈ 4.94 કરોડના ખર્ચે તૈયાર કરવાનું મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી જે દરખાસ્તને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવી છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટને મંજૂરીની મળી જતા આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટનું કામ શરૂ કરો થશે. તેમ સીટી ઈજનેર હિતેશભાઇ આદ્રોજા જણાવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના બ્યુટીફિકેશન સફાઈ અને વિવિધ કામગીરીમાં ઝડપ આવી છે જેના કારણે વર્ષો જૂના અટકેલા પ્રોજેક્ટને હાલ મંજૂરી મળી રહી છે તેમજ મંજુર થયેલા પ્રોજેક્ટના કામ પણ શરૂ થઈ રહ્યા છે ત્યારે આવનારા સમયમાં મોરબીમાં વધુ સારી સુવિધાઓ મળે તેવી શહેરીજનો રહ્યા છે.

