HomeGujaratમોરબી મહાનગરપાલિકા 1.58 કરોડના ખર્ચે બજરંગ અખાડાની કરશે કાયાપલટ

મોરબી મહાનગરપાલિકા 1.58 કરોડના ખર્ચે બજરંગ અખાડાની કરશે કાયાપલટ

મોરબી શહેરમાં વીસી ફાટક થી મેડિકલ કોલેજ તરફ જતા રોડ પર આવેલ વર્ષો જુના બજરંગ અખાડાની હાલત ખુબ ખરાબ છે વર્ષો જુનું બિલ્ડીંગ તેમાં અપૂરતા કસરતના સાધનો તેમજ ગંદકી સહિતના અનેક કારણોસર યુવાનોએ આ અખાડા થી મોઢું ફેરવી લીધું હોય તેમ ગણ્યાગાંઠ્યા યુવાનો અહી કસરત માટે આવતા હોય છે  એક તરફ વડાપ્રધાન દેશમા મોટાપા ને ગંભીર સમસ્યા ગણાવતા હોય અને તેના માટે યુવાનોને શારીરિક રીતે કામ કરવા અને કસરત કરવા અપીલ કરી રહ્યા છે ત્યારે મોરબી મનપા દ્વારા પણ જાણે તેને વધુ ગંભીરતાથી લઈ જુના પુરાણા અખાડાને નવું કલેવર આપી યુવાનોને કસરત માટે આકર્ષવા એક પ્રયાસ કર્યો છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ બજરંગ અખાડાને રી ડેવલપમેન્ટ કરવાનું આયોજન કરાયું છે અગાઉ બજેટમાં તેની જોગવાઈ કરી હતી હવે તેના રી ડેવલપમેન્ટ માટે જરૂરી પ્લાન એસ્ટીમેટ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ હવે મનપા તેનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડ્યું છે  લગભગ 1.58 કરોડ ના ખર્ચે તૈયાર થનારા આ જીમમાં હાલ જે સ્ટ્રક્ચર છે તે આખું સ્ટ્રક્ચર તોડી પાડી તેની રી ડીઝાઈન થશે અને તે મુજબ આં બજરંગ અખાડા તૈયાર થશે. હાલ ટેન્ડર પ્રકિયા ચાલી રહી છે ટેન્ડર ખુલ્યા બાદ જે એજન્સી સિલેક્ટ થશે તેને જરૂરી મંજુરી આપી વર્ક ઓર્ડર આપવામાં આવશે એજન્સીને વર્ક ઓર્ડર મળ્યા ના એક  વર્ષમાં આ બજરંગ અખાડાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. બજરંગ અખાડાની હાલની સ્થિતિ અત્યંત ખરાબ છે અપૂરતા સાધનો જગ્યા નો અભાવ કોઈ ટ્રેનર ન હોવા સહિતની અગવડતા છે પણ આ કામગીરી થયા બાદ કસરતના તમમાં નાના મોટા આધુનિક સાધનો હશે આ ઉપરાંત ધ્યાન કરવા માંગતા યુવાનો કે વડીલ માટે મેડિટેશન રૂમ પણ બનશે. મોરબી ના યુવાનો કસરત માટે ખાનગી જીમમાં જઈ રહ્યા છે જોકે મનપા દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર થતા મોરબીના યુવાનોને  એક નવી મળી શકે છે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW