મોરબીના શનાળા ગામ નજીક રહેતા એક પરિવારની એક યુવતી અગાઉ એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે વીરપર ગામના ડેનીશ મણીલાલ મૂંદડીયા નામના યુવકના પરિચયમાં આવી હતી બાદમાં જયારે તે કોલેજમાં અભ્યાસ કરતી ત્યારે એન કેન રીતે તેની સાથે પરિચય વધારી પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને આ દરમિયાન તેણે યુવતી સાથે સેલ્ફીઓ પણ લીધી હતી બાદમાં ડેનીશ સાથે યુવતીએ પરિવાર ને જાણ કરી હતી પણ પરિવાર તેની સાથે સંબધ રાખવા તૈયાર ન હતો જેથી યુવતીએ તેની સાથે તમામ સંબંધ પુરા કરી દીધા હતા બાદમાંઆ ડેનીશ ના અન્ય યુવતી સાથે લગ્ન થઇ ગયા હોવા છતાં પરંતુ ડેનીસ જાણે યુવતીને કનડગત કરવા માંગતો હોય તેમ અગાઉ જે સેલ્ફી લીધી હતી તેનો બ્લેક મેલિંગ કરવા હથીયાર તરીકે ઉપયોગ કર્યો હોય તેમ યુવતીને સંબંધ રાખવા દબાણ કરતો હતો. અગાઉ તેણે કટકે કટકે 2 લાખ જેટલી રકમ લઇ લીધા હતા તેમજ બાદમાં 93 હજારનો મોબાઈલ પણ લેવડાવ્યો હતા આટલે થી પણ ન અટક્યો ન હતો યુવતીની જયારે અન્ય યુવક સાથે સગાઈ ની વાતચીત ચાલતી હતી ત્યારે ફોન કરી તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો અને ગત તા 16 ના રોજ યુવતીના ફોન પર મેસેજ કર્યો હતો જેમાં ધમકી આપી હતી કે જો સંબંધ નહી રાખે બાકી આવતીકાલે જોવા જેવી થશે તેમ કહી ધમકી આપી હતી જે બાદ સમગ્ર ઘટના યુવતીએ તેના પરિવાર ને જણાવતા યુવતીના પિતાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

