મોરબીના નાના દહિંસરા ગામે ગ્રુપ ઓફ સનાતન દ્રારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ (શ્રી કૃષ્ણ ભગવાનની જન્મજયંતિ) નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. મોરબીના નાના દહિંસરા ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તારીખ:- 16/08/2025 ને શનિવારના રોજ “શોભાયાત્રા”, “રાસ-ગરબા” અને “મટકી ફોડ” આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ શ્રી કૃષ્ણ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે (જન્માષ્ટમી)ના દિવસે નાના દહિંસરા ગામ ખાતે “મટકી ફોડ” તથા “ભવ્ય રથયાત્રા” નું આયોજન કરવામાં આવેલ છે. સાંજે 4 થી 6 કલાકે રામજી મંદિર ચોક થી રથયાત્રાનું પ્રારંભ તથા મટકી ફોડ કાર્યક્રમ યોજવામા આવશે. આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત નાના દહિંસરા ગામ અને ગ્રુપ ઓફ સનાતન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

