HomeGujaratમોરબીમાં સ્પાની આડમાં ચાલતું કુટણ ખાનું ઝડપાયું, એક આરોપી ઝડપાયો એક ફરાર

મોરબીમાં સ્પાની આડમાં ચાલતું કુટણ ખાનું ઝડપાયું, એક આરોપી ઝડપાયો એક ફરાર

મોરબી AHTU ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, “ નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે હિમાલયા પ્લાઝા નામના કોમ્પલેક્ષમાં આવેલ ” સ્પર્શ સ્પા એન્ડ સલુન” મસાજના માલિક રવિન્દ્રભાઈ નવીનચંદ્ર સોલંકી અને તેની સાથે અન્ય લોકો પોતાના કબ્જા ભોગવટાવાળા ” સ્પર્શ સ્પા એન્ડ સલુન” નામના સ્પામાં બહારથી આવેલ લલનાઓ (મહિલાઓ) પોતાના ‘સ્પર્શ સ્પા એન્ડ સલુન”માં રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મસાજ) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનું ચલાવે છે.” તેવી ચોક્કસ બાતમી મળતા AHTU ટીમે તે સ્થળે રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકો અરવિંદભાઇ વશરામભાઇ દેંગડા હાલ રહે વાંકાનેર, નવાપરા, પંચાસર રોડ, વીધાતા સીરામીક સામે, મુળ રહે ખીજડીયા, તા.વાંકાનેર વાળાને પકડી પાડી તથા રવિન્દ્રભાઇ નવીન ચંદ્ર સોલંકી રહે. વાંકાનેર, સોની શેરી, દરબારગઢ રોડ, તા.વાંકાનેરવાળા સ્પાના માલિક સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW