મોરબી તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે જાબુડીયા ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં ગામની ધર્મ સિધ્ધિ સોસાયટીમાં આવેલ કિશોરભાઇ રામજીભાઇ વધોરાના રહેણાક મકાનમાં જુગાર રમતા કિશોરભાઇ રામજીભાઇ વધોરા, દિલીપભાઇ ચંદુભાઇ નિમાવત, જીગરભાઇ નટુભાઇ ચૌહાણ, અશ્વિનભાઇ નટુભાઇ ચૌહાણ, કિશનભાઈ ગોવિંદભાઈ વાઘેલા, દિનેશભાઇ રામગણેશભાઇ ગુપ્તા, મહેશભાઈ અશોકભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઇ શર્મા, હિંમતભાઇ પુંજાભાઈ ચાવડા, બળવંતભાઇ શામજીભાઈ વાઘેલા, નરેશભાઇ ભરતભાઇ ગોહીલ, હરેશભાઇ હમીરભાઇ બેડવા અને મનોજભાઇ રામજીભાઈ મકવાણા સહીત કુલ તેર શખ્સોને પોલીસે રોકડ રૂ. 1,45,600 અને 13 મોબાઇલ મળી કુલ રૂ. 3,30,600ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

