HomeGujaratટંકારાના વિરપર અને લજાઈમાં પોલીસનો દરોડો 10 જુગારીઓ ઝડપાયા

ટંકારાના વિરપર અને લજાઈમાં પોલીસનો દરોડો 10 જુગારીઓ ઝડપાયા

શ્રાવણ માસ શરુ થતાની સાથે મોરબી જિલ્લામાં જાણે જુગારની મૌસમ પુર બહારમાં ખીલી હોય તેમ સમગ્ર જિલ્લામાં જુગારીઓની મહેફિલ જામી રહી છે. ક્યાંક પોલીસની કડક કામગીરી તો ક્યાંક હળવી કામગીરીના આક્ષેપ વચ્ચે ટંકારા પોલીસે એક દિવસમાં અલગ-અલગ બે સ્થળે જુગારની મહેફિલમાં દરોડો પાડ્યો હતોં ને 10 જુગારીઓને રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 41,600 રોકડા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ મથકના પી આઈ કે એમ છાસિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ટંકારા તાલુકાના લજાઈ થી ભરડીયા તરફ જતા રોડ પર જતા બજરંગ પોલીમર્સ કારખાનાની બાજુમાં આવેલ વાડીની ઓરડીની બહાર જાહેરમાં જુગાર રમતા ચીમનભાઈ ચંદુભાઈ ભાભોર, સુરસિંહ ભનાભાઈ છપનીયા, કેવલભાઈ નાનસિંહ મેડા, નીલેશભાઇ રમેશભાઈ ભુરીયા, ઇન્દ્રભાઈ બસુભાઈ બિલવાલ, કેરલાભાઈ રેમલીયાભાઈ મેડા, દિનેશભાઈ બસુભાઈ સિંગાડ સહીત કુલ સાત શખ્સોને કુલ રૂ. 31,000ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તે તમામ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ ટંકારાના વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રવીભાઈ મગનભાઈ સીપરા, સતીષભાઈ ચંદુલાલ મેણીયા અને સાગરભાઈ રાજેશભાઈ બાવરવાને રોકડ રૂ. 10,600ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તેની જુગારીઓ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW