HomeGujaratહળવદના સુસવાવ ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

હળવદના સુસવાવ ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે તેમને બાતમી મળી હતી કે, ધવલભાઈ સુરેશભાઈ પટેલ (રહે. મોરબી) સુસવાવ ગામની સીમમાં કારખાના પાસે આવેલ પોતાની વાડીની ઓરડીમાં જુગારનો અખાડો ચલાવે છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી હતી.

રેડ દરમિયાન સ્થળ પર જુગાર રમતા લખમણભાઇ બાબુભાઈ ગોગરા, ધ્રુવભાઈ કાંતિલાલ ફુલતરીયા, ભરતભાઈ ઠાકરશીભાઈ પાંચોટિયા, મગનભાઈ વાલજીભાઈ નારણીયા, રમેશભાઈ વાઘજીભાઈ સીણોજીયા અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ રાઘવજીભાઈને રોકડ રૂ.- 1,17,700ના મુદામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા. જુગારની રેડ દરમિયાન વાડીના માલિક ધવલભાઈ સુરેશભાઈ પટેલ સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW