HomeGujaratમોરબીમાં પ્રેમ સંબંધ મુદે બે પક્ષો વચ્ચે મારામારી સામસામે ફરિયાદ દાખલ

મોરબીમાં પ્રેમ સંબંધ મુદે બે પક્ષો વચ્ચે મારામારી સામસામે ફરિયાદ દાખલ

મોરબીના વજેપરમાં રહેતા મનીષાબેન સુરેશભાઈ થરેશાએ આરોપી હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઇ ચોહાણ, જીગુબેન હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઇ ચોહાણ, ખોડો હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઇ ચોહાણ અને વિશાલ બાબુભાઇ થરેશા રહે. બધા વજેપર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ સિટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી(મનીષા બેન)ના જમાઇ સાથે આરોપીની દિકરીને પ્રેમ સંબધ હોઇ જેથી આરોપીઓને સમાધાન માટે બોલાવતા જે સારૂ નહીં લાગતા ભુડા ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઇ આરોપીઓએ મનીષા બેન અને સાથી સુરેશભાઇને લોખંડના પાઇપ, ધારીયા વડે ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જ્યારે સામેપક્ષે વજેપર શેરીમાં રહેતા વીશાલભાઈ ઉર્ફે લાલો બાબુભાઈએ આરોપી મનીષાબેન સુરેશભાઇ લક્ષ્મણભાઇ થરેશા, જગદીશ સુરેશભાઇ લક્ષ્મણભાઇ થરેશા, મનીષાબેન નો જમાઇ હીતેષ ઉર્ફે ઠાકરો અને સુરેશભાઇ લક્ષ્મણભાઇ થરેશા રહે. બધા વજેપર તા.જી.મોરબીવાળા વિરુદ્ધ સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી વિશાલભાઈના સાથીની દિકરીને અને આરોપીના જમાઈને પ્રેમ સંબંધ હોય તે બાબતનો ઝઘડો ચાલતો હોય તે બાબતનો ખાર રાખી ફરીયાદી તથા સાથી હર્ષદ ઉર્ફે હકો ફરીયાદીના કાકાના ઘરેથી પોતાના ઘરે જતા હોય તે દરમિયાન આરોપીએ હર્ષદને ગાળો આપી આપતા તેની પાસે જતા આરોપીઓએ ફરીયાદીને તથા સાથી હર્ષદને છરી, તથા લોખંડના પાઇપ વડે ઈજા કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી. આ બંને પક્ષોની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW