HomeGujaratટંકારાના વિરપર ગામની સીમમાં આવેલ ઘડિયાળના કારખાનામાં પાર્સલ બહાર મુકવા બાબતે કારખાનેદારે...

ટંકારાના વિરપર ગામની સીમમાં આવેલ ઘડિયાળના કારખાનામાં પાર્સલ બહાર મુકવા બાબતે કારખાનેદારે બે વ્યકિતને માર માર્યો

મોરબીના સનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને મૂળ સુરતના વતની શ્રીકાંતભાઈ વાસુદેવભાઈ વૈષ્ણવએ આરોપી રાકેશભાઇ પટેલ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, શ્રીકાંતભાઈ તથા સાથી આરોપીના કારખાને કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયેલ હોય ત્યારે આરોપીએ શ્રીકાંતભાઈ તથા સાથી કહેલ કે, પરમ દીવસે તમો પાર્સલ ઓફીસની બહાર કેમ મુકીને જતા રહેલ હતા. જેથી શ્રીકાંતભાઈએ કહેલ કે તમોને પાર્સલ તો મળી ગયેલ છે ને તેમ કહેતા આરોપીએ શ્રીકાંતભાઈ અને સાથીને ગાળો આપી ગાલ ઉપર જાપટો મારી શ્રીકાંતભાઈને કાનના અંદરના ભાગે ઇજા કરી તેમજ સાથીને મુંઢ ઇજા કરી આરોપીએ કહેલ કે હવે પછી ભુલ કરસો તો જીવતા નહી જવા દઉ આમ તેમ ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW