HomeGujaratમોરબીમાં યુવાન બન્યો લુટેરી દુલ્હનનો શિકાર

મોરબીમાં યુવાન બન્યો લુટેરી દુલ્હનનો શિકાર

મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા મહેશભાઇ નવઘણભાઈ ડાભીએ આરોપી કનુભાઇ રહે. શીકારપુરના પાટીયા પાસે, હરેશભાઇ, મીનાક્ષી રહે. સુંદરપુરા ગામ તા.ઉમરેઠ અને પ્રવિણાબેન ઝાલા રહે. સુંદરપુરા ગામ તા.ઉમરેઠ વાળા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ સાથે મળી મહેશભાઈને વિશ્વાસમાં લઇ ઠગાઇ કરવાના ઇરાદે આરોપીઓએ તેની પાસેથી રૂ.- 2,00,000 લઇ મહેશભાઈના દિકરા કાનજીના લગ્ન આરોપી પ્રવીણાબેનની દિકરી મીનાક્ષી સાથે ફુલ-હારથી વિધી કરી, લગ્ન કરાવી, ત્રણેક દીવસ ફરીયાદીને ઘરે રહીને આરોપી મીનાક્ષી પીયરમાં આટો દેવા જવાનું કહી જતી રહેલ બાદ પાછી આવેલ ન હોય આમ તમામ આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂ.- 2 લાખ લઇ પાછા નહી આપી વિશ્વાસઘાત અને ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW