HomeGujaratમોરબીના વિવિધ વિસ્તારમાં પીવાના પાણી માટે સરકારે રૂ.56 .28 કરોડ મંજુર...

મોરબીના વિવિધ વિસ્તારમાં પીવાના પાણી માટે સરકારે રૂ.56 .28 કરોડ મંજુર ,ધારાસભ્યે સીએમનો આભાર વ્યક્ત કર્યો

મોરબી શહેરની સતત વધી રહેલી વસ્તી અને વિસ્તારને ધ્યાને લઇ મોરબી મહાનગર પાલિકા દ્વારા અગાઉના નગર પાલિકા વિસ્તાર તેમજ નવી ભળેલી પંચાયતોમાં પીવાનાં પાણીની વ્યવસ્થા પૂરી પાડવા આયોજન કરી રહી છે અને આ આયોજન માટે જરૂરી મંજુરી આપવા તેમજ ભંડોળ મંજુર કરવા મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સીએમ ભુપેન્દ્ર પટેલ ને તેમજ  શહેરી વિકાસ વિભાગમાં લેખિત રજૂઆત કરી હતી જે રજૂઆત આધારે સરકાર દ્વારા એક સાથે 56.28 કરોડની મંજુરી આપતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સીએમ ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો   તેના ભાગરૂપે  ગત બજેટમાં પાનેલી તળાવના રીપેરીંગ કામ તેમજ ત્યાંથી પમ્પીંગ કરી પાણીને શુદ્ધ કરી પાઈપ લાઈન નેટવર્ક થકી સામાકાંઠા વિસ્તારમાં પાણી પૂરું પાડવા માટે 40 લાખના કામની સરકારમાં દરખાસ્ત કરી હતી આ ઉપરાંત શહેરના વિસીપરા વિસ્તારમાં પાણી વિતરણ માટે પાણીના નેટવર્ક પાથરવા રૂ 9.36 કરોડ રણછોડ નગર વિસ્તારમાં પીવાના પાણીની દીસ્ત્રીબ્યુશન લાઈન માટે 3.44 કરોડ તેમજ લીલાપર રોડ પર આવેલા ગૌ શાળા હેડ વર્કસ ખાતેના 43 MLD નાવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ 3.01 કરોડ મળી રૂ.56.28 કરોડ જેટલી રકમને રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા શહેર ના પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા જે મંજુરી આપવામાં આવી છે તેના થકી મોરબી શહેરની સુખાકારી વવધશે તેવી આશા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ વ્યક્ત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW