મોરબીના ટીંબડી ગામ ઓસીસ સિરામિક પાસે અશ્વમેઘ હોટલ પાસે રહેતા મનકર વસોનીયાનો ઉ.વ. 02 વર્ષનો દિકરો લકી ગઈકાલના રોજ કોઈ કારણોસર પાણીમાં પડી ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.