મોરબીથી વાંકાનેર દરરોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ ધંધા વ્યવસાય માટે જતા મુસાફરો તેમજ વાંકાનેર રેલ્વે સ્ટેશનથી લાંબા અંતરની અન્ય ટ્રેનની મુસાફરી કરતા યાત્રીઓ માટે રેલ્વે તંત્ર દ્વારા સુવિધાઓ વધારવાના બદલે સતત ઘટાડો કરી રહ્યું છે મોરબી વાસીઓ વર્ષોથી લાંબા અંતરની ટ્રેનની માંગણી કરી રહ્યા છે લાંબા અંતરની ટ્રેન મળવી તો દુર જે સુવિધા છે તે પણ છીનવી લેવાનું રેલ્વે તંત્ર કારસ્તાન કરવા માગતું હોય તેમ લાગી રહ્યું છે વર્ષોની માંગણી બાદ શરુ થયેલા રાજકોટ મોરબી ભુજ ટ્રેન બંધ થયા બાદ હવે ડેમુ ટ્રેનનું સંચાલન રગડધગડ ચાલી રહ્યું છે રાજકોટ ડીવીઝન તરફથી ચાલતી આ ડેમુ ટ્રેન ગત 22 જુનથી 10 જુલાઈ દરમિયાન અલગ અલગ 5 દિવસની 30 ટ્રીપ રદ કરી દેવામાં આવી હતી તેમજ આગામી 17 જુલાઈ એટલે કે ગુરુવારની તમામ ટ્રીપ રદ કરી દેવામાં આવી છે રેલ્વે તંત્ર દ્વારા ટેકનીકલ કારણ આપી ડેમુ ટ્રેન રદ કરી રહી છે ડેમુ ટ્રેનમાં કોઈ ખામી હોય અને તેના રીપેરીંગ માટે લઇ જવામાં આવતી હોય તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી છેલ્લા 22 દીવસમાં રેલ્વે તંત્ર એ 42 ટ્રીપ રદ કરી દેતા અનેક મુસાફરો રઝળી પડે છે ત્યારે રેલ્વે તંત્ર મોરબી વાસીઓ પાસે રહેલી એક માત્ર ડેમુ ટ્રેન સુવિધા છીનવવા ના પ્રયાસ ન કરી ડેમુ ટ્રેન અથવા મેમુ ટ્રેન ફાળવે તેવી માંગણી ઉઠી છે

