વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે જીનપરા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં સાહીલ જુમાભાઇ કુરેશી નામના આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 26 બોટલો કુલ રૂ.- 33,800નો મુદામાલ મળી આવ્યો હતો. તેમજ આ દારૂનો મુદામાલ આપનાર રફીક જુમાભાઈ કુરેશીને પોલીસે પકડી પાડ્યો હતો. વાંકાનેર સીટી પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

