મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના વાવડી રોડ પર આવેલ ઉમીયા પાર્ક સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પુજાબેન અલ્પેશભાઇ શેરસીયા, મેઘનાબેન લલીતભાઇ વડાળીયા, ચેતનાબેન દિપકભાઇ વેગડ્, બીનલબેન દિપકભાઇ મીયાત્રા, બંસીબેન ચેતનભાઇ ડોડીયા, ભીખુબેન કિશોરભાઇ પાટડીયા, હેતલબેન કિશોરભાઇ પાટડીયા અને કાજલબેન હિતેશભાઇ વિનુભાઇ પોપટ સહીત આઠ મહિલાને રોકડ રૂ.- 1980ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડી તે તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

