મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ મથકમાં ઘરફોડ તથા લુંટના અલગ-અલગ બે ગુનામાં નાસતો ફરતો આરોપી કમલસિંહ થાનસિંહ અજનારીયા રહે. મોટી ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર (એમ.પી) વાળો હાલે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લા જેલ સામે આવેલ હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુના કામે નાસતો ફરતો આરોપીને અલીરાજપુર જિલ્લા જેલ સામેથી પકડી પાડી હસ્તગત કરી અત્રે લાવી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ મથક ખાતે સોંપવામાં આપેલ છે.

