રાજ્યના અલગ અલગ જિલ્લામાં હાલ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે દક્ષીણ ગુજરાત ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ વચ્ચે મોરબી જિલ્લા પણ મેઘાવી માહોલ સર્જાયો છે મોરબી શહેરની વાત કરીએ તો વહેલી સવારથી જ ગાઢ વાદળો વચ્ચે છુટા છવાયા ઝાપટા વરસ્યા બાદ બપોરે 2થી 4 દરમિયાન થોડું વરસાદનું જોર વધ્યું હતું અને બે કલાક દરમિયાન 11 મીમી વરસાદ વરસી ગયો હતો આ ઉપરાંત ટંકારા વાંકાનેર અને હળવદ તાલુકામાં હળવા મધ્યમ પ્રકારના ઝાપટા વચ્ચે 2 મીમી વરસાદનોધાયો હતો માળિયા તાલુકા માં નોધપાત્ર વરસાદ જોવા મળ્યો ન હતો

