HomeGujaratમોરબી જિલ્લામાં માં 86 ટકા ચોમાસું વાવેતર પૂર્ણ, ગત વર્ષ કરતા 15...

મોરબી જિલ્લામાં માં 86 ટકા ચોમાસું વાવેતર પૂર્ણ, ગત વર્ષ કરતા 15 ટકા વાવેતર વધ્યું

ચાલુ વર્ષે મેઘરાજા જાણે મોરબી પર મહેરબાની વરસાવી રહ્યા હોય તેમ સતાવાર ચોમાસાને 15 દિવસ જેટલો સમય થયો ત્યાં સમગ્ર જિલ્લામાં સરેરાશના 25 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે અને તેના કારણે ચોમાસું પાકનું વાવેતર ગત વર્ષ કરતા ઝડપી થયું છે. મોરબી જિલ્લામાં 2024માં જુન મહિનાના છેલ્લા બે સપ્તાહમાં થયેલા વરસાદના કારણે વાવેતર થોડુ મોડું શરુ થયું હતું અને જુન મહિનાના અંત સુધીમાં 70 ટકાની આસપાસ હતું.

જોકે આ વર્ષે જૂન મહિનાના શરુઆતથી વરસાદ સારો થયો છે ખાસ કરીને ટંકારા વાંકાનેર અને હળવદ તાલુકાના મોટા ભાગના ગામમાં જૂન મહિનાના બીજા સપ્તાહમાં વાવણી લાયક વરસાદ થઇ જતા મોટાભાગના ખેડૂતો વાવેતરમાં લાગી ગયા હતા અને જૂન માંસ પૂરો થાય તે પહેલા વાવેતર કામગીરી આટોપી લેવાઈ હતી. મોરબી જિલ્લામાં 4 જુલાઈના ખેતીવાડી વિભાગને મળેલા વાવેતરના આંકડાની વાત કરીએ તો વાસમગ્ર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર 3.12 લાખ હેક્ટર છે. જેમાંથી 2.69 લાખ હેક્ટર વાવેતર કામગીરી પૂર્ણ થઇ છે. ટકાવારી દ્રષ્ટિ એ  છેલ્લા ત્રણ વર્ષની સરેરાશને આધારે 86 ટકા વાવેતર પૂર્ણ થઇ ગયું છે અને બાકીનું આ સપ્તાહના અંત સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી પણ શક્યતા છે. તાલુકા મુજબ જોઈએ તો હળવદ તાલુકાનું વાવેતર જોઈએ તો 79,574 ની સરેરાશ સામે ચાર જુલાઈ સુધીમાં 66,490 હેક્ટરનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. જે કુલ વાવેતરના 83.55% ની આસપાસ થઈ રહ્યું છે. તાલુકાની વાત કરીએ તો 48,157 હેક્ટર માંથી 39,180 એક્ટરનો પણ વાવેતર થઈ ચૂકી છે. જે કુલ વાવેતરના 81.5% છે. મોરબી તાલુકાનું 86,142 હેક્ટરમાંથી 69,340 હેક્ટર વાવેતર પૂર્ણ થઈ જતા કુલ વાવેતર વિસ્તારના 80.49% જેટલું વાવેતર કામગીરી પૂર્ણ થઈ ગયું છે. સૌથી વધુ વાંકાનેર તાલુકામાં 56,574 હેક્ટરમાંથી 54,821 હેક્ટર એટલે કે કુલ વાવેતરના 96.90% જેટલું વાવેતર કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આજ રીતે ટંકારા તાલુકામાં પણ 41,598 એક્ટર માંથી 40,155 હેક્ટર વાવેતર પૂરું થઈ જતા મોટાભાગના વાવેતર કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

પાકની વાત કરીએ તો મોરબી જિલ્લામાં સામાન્ય રીતે કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. બીજા ક્રમે મગફળીનું વાવેતર થાય છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ચાલુ વર્ષે મોરબી જિલ્લાના કુલ વાવેતર વિસ્તારના 60 ટકા જેટલું વાવેતર માત્ર કપાસનું થયું છે. ચાર જુલાઈ સુધી મળેલા આંકડા મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 1,90,142 ટ્રેક્ટરમાં કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે. જ્યારે મગફળીનું વાવેતર 65,228 હેક્ટર કે જે કુલ વાવેતર વિસ્તારના 20 ટકા ની આસપાસ થઈ રહ્યું છે, અન્ય પાકોની વાત કરીએ તો 9443 ઘાસચારો, 2,394 શાકભાજી, 755 હેક્ટરમાં તુવેર, 631 હેક્ટરમાં અડદ, 147 હેક્ટરમાં તલ અને 65 હેક્ટરમાં ગુવાર સહિતના વગેરે પાકનો વાવેતર થયું છે હજુ પણ 15% જેટલું વાવેતર બાકી છે જેથી આ આંકડો આગામી સપ્તાહમાં વધી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW