હળવદમાં મોરબી ખાણખનીજ વિભાગની મિઠી નજરથી ખનન માફિયા બેફામ રીતે ખનન ચલાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે ત્યારે મોરબી ખાણખનીજ વિભાગની નાકામીના પગલે હળવદમા ફરી એકવાર રાજકોટ ફ્લાઈગ સ્ક્વોડની ટીમ ત્રાટકી હતી જેમાં ચાડધ્રા પાસે બ્રાહ્મણી નદીમાંથી બે ડંમ્પર અને ત્રણ હિટાચી મળીને 1 કરોડ 80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ મથકે કર્યો હતો.
મળતી વિગતો મુજબ હળવદના ચાડધ્રા પાસે બ્રાહ્મણી નદીમાં રેતીની હેરાફેરી દરમિયાન રાજકોટ ફ્લાઈગ સ્ક્વોડની ટીમ ત્રાટકી હતી. જેમાં ગોપાલ નારણભાઈ ઝાપડા અને જિગ્નેશસિહ સુખદેવસિહ ઝાલાના હિટાચી બન્નેની કિંમત આશરે 50-50 લાખ તેમજ સુખદેવભાઈ લખમણભાઇ ઝાપડાનુ ડંમ્પર જીજે 23 એક્સ 6772 કિંમત 20 લાખ , જગાભાઈ નારણભાઈ ઝાપડાનુ ડંમ્પર જીજે 13 એએક્સ 6101 કિંમત 30 લાખ, અને રમેશભાઈ માડણભાઈ ભરવાડનુ ડંમ્પર જીજે 36 વી 3001 કિંમત 30 લાખ કુલ મળીને 1 કરોડ 80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને હળવદ પોલીસ હવાલે કર્યો હતો તો સાથે થોડાં સમય પહેલાં જ સાપકડા ગામની સીમમાં મોરમનુ ખનન કરતા હિટાચી અને ડંમ્પર કબજે કર્યાં હતાં, ત્યારે રાજકોટ ફ્લાઈગ સ્ક્વોડની ટીમ દ્વારા કરોડોનાં વાહનો ઝડપી લેવામાં આવે છે પરંતુ મોરબી ખાણખનીજ વિભાગની ટીમને શાં માટે નહી દેખાતું તે એક સવાલ છે શું તેમની મિઠી નજરથી ખનન થાય છે કે ખરેખર ખાણખનીજ વિભાગને ખબર જ નથી? હાલતો રાજકોટ ફ્લાઈગ સ્ક્વોડની ટીમ દ્વારા કરોડોનાં વાહનો કબજે કરી હળવદ પોલીસ હવાલે કર્યા છે.

