મોરબીના વજેપર શેરી નં.13 રામજી મંદિર વાળી શેરીમાં રહેતા ભાવનાબેન નારણભાઈ કંઝારીયાએ આરોપી દિલીપ મહેશભાઈ કંઝારીયા, અરવિંદભાઈ ઉફે મુન્નો ડાયાભાઈ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર, મહેશ ઉફે પાંચો ડાયાભાઈ પરમાર, જગાભાઈ ડાયાભાઈ પરમાર અને અમિત મહેશ ઉફે પાચો પરમાર તમામ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,
ફરીયાદીના દિકરા ગીરીશને અગાઉ આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હોય અને ગીરીશ તેને મદદ કરતો હોવાનું શકવહેમ રાખી ફરીયાદીના દિકરા વિરૂધ્ધ સને- 2017માં પોલીસ ફરીયાદ કરેલ તેમજ બે દિવસ પહેલા પણ આરોપી દિલીપ મહેશ સાથે ફરીયાદીના દિકરાને ગાળો બોલવા બાબતે મારા મારી થયેલ હોય જેનો રાગદ્રેષ રાખી ફરીયાદીના દિકરાને ગાળો બોલી આરોપીઓએ છરી, ધોકા, પાઈપ અને પથ્થર વડે માર મારી હત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના માતાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

