મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વિસીપરાની મદીના સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા રહીમભાઈ મામદભાઈ સુમરા, સુલતાનભાઇ અબ્દુલભાઈ સુમરા, નિઝામભાઈ યુસુનભાઈ દાવલીયા અને ઇમરાનભાઈ સામતભાઈ માણેક નામના ચાર શખ્સોને કુલ રૂ.- 4,650ના મુદામાલ સાથે પોલીસે પકડી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

