HomeGujaratમોરબી જિલ્લામાં બે અપમૃત્યુના બનાવમાં બેના મોત: ઈલેક્ટ્રીક શોક લાગતા બાળકીનું મોત,...

મોરબી જિલ્લામાં બે અપમૃત્યુના બનાવમાં બેના મોત: ઈલેક્ટ્રીક શોક લાગતા બાળકીનું મોત, તળાવમાં નાવા જતા ડૂબી જતાં 08 વર્ષના બાળકનું મુત્યુ

માળિયાના નવા દેરાળા ગામે રહેતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વર ગામના વતની રમેશભાઇ ભીલની 05 વર્ષની પુત્રી મીનાબેન ગત તા.-02/06/2025ના રોજ દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મેર પર ચડી જતા ઈલેક્ટ્રીક શોક લાગતા બાળકીનું મોત નિપજ્યું હતું.‌ આ બનાવ અંગે માળીયા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર નજીક રહેતા ગોપાલભાઈ કાનાણીનો 08 વર્ષનો પુત્ર અમીતભાઇ ગઈકાલના રોજ શનાળા ગામના તળાવમાં નાવા જતા ડૂબી જતાં 108 મારફતે સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW