મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ નોકેન સિરામિક કારખાનામાંથી એક સગીરાના અપહરણના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી શિકુમાર ઉર્ફે શિપુ બિજય ઉ.વ.-30 ઓડિસાના બાલેશ્વર જિલ્લાનો રહેવાસી છે. તેને બેંગલોરથી પકડવામાં આવ્યો છે.
બનાવ અંગે સગીરાના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેમની પુત્રીને લગ્નની લાલચ આપીને ભગાડી હતી. પીએસઆઇ એસ.એચ.ભટ્ટ, અરજણભાઈ ગેરીયા અને હસમુખભાઇ વોરાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીને બેંગલોરથી ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

